HomeMorbiવાંકાનેરના વીસીપરામાં તસ્કરો બેફામ! બંધ મકાનનું તાળું તોડી રૂ. 3.55 લાખના સોના-ચાંદીના...

વાંકાનેરના વીસીપરામાં તસ્કરો બેફામ! બંધ મકાનનું તાળું તોડી રૂ. 3.55 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી

વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તા પર હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. રામેશ્વર સોસાયટીમાં પરિવારની ગેરહાજરીનો લાભ ઉઠાવી તસ્કરો દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને લોખંડની તિજોરીમાંથી રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 3,55,500ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ, વીસીપરા રામેશ્વર સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા સંજયભાઈ ઉકાભાઈ ચારોલીયાનું મકાન બંધ હતું. જેનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી રૂ. 1.50 લાખ રોકડા, બે તોલાની સોનાની હાંસડી, સોનાની બુટ્ટી, કાનની સોનાની સેર તેમજ 250 ગ્રામનો ચાંદીનો કંદોરો મળી કુલ રૂ. 3.55 લાખનો મુદ્દામાલ ચોરી લીધો હતો. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

Most Popular