HomeMorbiમોરબીના મહાવીરનગર વિસ્તારમાં આધેડ પર હુમલો, ફરિયાદ નોંધાઈ

મોરબીના મહાવીરનગર વિસ્તારમાં આધેડ પર હુમલો, ફરિયાદ નોંધાઈ

મોરબી કંડલા બાયપાસ રોડ પર મહાવીરનગરમા કામધેનુ પાછળ રહેતા બાબુભાઈ ભગવાનજીભાઈ પરમાર (ઉ.વ.૪૫) એ આરોપી લાલજીભાઇ શાંતિભાઈ પરમાર રહે. વજેપર શેરી નં -૧૧ તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો દિકરો આરોપીના સાસુ લખમીબેનના ઘરે ઉલીયા બનાવવા જતો હોય જે આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીને છરી વડે છરીનો એક ઘા મારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular