ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે અને તેને લઇ શહેરમાં પતંગના સ્ટોલ ધમધમવા લાગ્યા છે ત્યારે લોકોમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે મોરબીની બજારમાં પ્લાસ્ટિક અને કાગળની અવનવી ડીઝાઇન અને રંગોની પતંગો જોવા મળી રહી છે હાલ મોરબીની બજારમાં પ્લાસ્ટિકના રમકડા જેવી 2 ઇંચથી લઇ 3 ફૂટ જેવડી મસ મોટી પતંગ જોવા મળી રહી છે આ જ રીતે રૂપિયાની વાત કરીએ તો બજારમાં હાલ 2 થી લઇ 1500 રૂપિયાની પતંગો જોવા મળી રહી છે આ વખતની વેરાયટીમાં નાના બાળકો માટે છોટા ભીમ મોટું પતલુ, ડોરેમોન સ્પાઈડરમેન અને અન્ય નાની મોટી પતંગ ઉપરાંત અલગ અલગ કલરની વેરાયટી મળી રહી છે તો યુવાનો માટે રામપુરી પંજાબી કાગદી વેલ કમ 2025, છત્રી, રોકેટ નવી છે તો બોલીવુડ ફેમ પુષ્પા ટુ સૌથી વધુ ફેવરીટ જોવા મળી રહી છે આ જ રીતે માંન્જામાં પણ ચેક એન્ડ મેટ બ્લેક વાઈટ, મુર્ગા છાપ શિવમ યોદ્ધા જેવી આઈટમ ઉપલબ્ધ છે દોરાની વેરાઈટીમાં 10 રૂપીયાની 3000 કરતા પણ વધુ રકમના ઉપલબ્ધ છે
છેલ્લા કેટલાક વર્ષોમાં પતંગ દોરાની સાથે માસ્ક,ભોપા,ટોપી, અલગ અલગ ગોગલ્સ બલુન્સનું ચલણ ખુબ વધ્યું છે અને દર ઉતરાયણમાં તેની ડિમાન્ડ પણ જોવા મળી રહી છે અને મોરબીમાં જેટલું માર્કેટ પતંગ અને માંજાનું છે તેટલું જ માર્કેટ આવી ચીજ વસ્તુઓનું પણ રહેતું હોય છે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં પતંગ માર્કેટમાં ઉછાળો પણ આવ્યો છે હાલ એક અંદાજ મુજબ મોરબીમાં ઉતરાયણ પર્વ દરમિયાન લગભગ 15 કરોડથી પણ વધુ રકમના લોકો પતંગ ઉડાવી પર્વની ઉજવણી કરતા હોય છે
મોરબી શહેરમાં ચાલુ વર્ષમાં વાતાવરણ ખુ બ સારું દેખાઈ રહ્યું છે અત્યારથી લોકો પતંગ અને માંજાની ખરીદી કરવા આવતા હોય છે જોકે છેલ્લા સપ્તાહમાં સૌથી વધુ ખરીદી નીકળતી હોય છે અને આ વર્ષે ખરીદી જોવા મળશે તેવી અમને આશા છે આ વર્ષે કાચા માલની થોડી અછત છે એટલે ભાવમાં થોડો વધારો છે જોકે તે લોકોને પોસાય તેમ છે એટલે લોકો ખરીદી કરતા નહી અચકાય તેવી અમને અપેક્ષા રાખી છીએ તેમ પતંગના વેપારી દીપકભાઈ પોપટે જણાવ્યું હતું




