HomeMorbiમોરબી AHTU ના પીઆઇ ચાર્જ લેતા ની સાથે જ સપાટો : રંગપર...

મોરબી AHTU ના પીઆઇ ચાર્જ લેતા ની સાથે જ સપાટો : રંગપર ગામની સીમમાં સ્પા ની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પડ્યું

મોરબી AHTU ના નવનિયુક્ત PI કે કે દરબાર ચાર્જ સંભાળતા ની સાથે જ સપાટો બોલાવ્યો છે જેમાં રંગપર ગામની સીમમાં સ્પામાં ચાલતા કુટણખાના પર રેડ કરી

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં શિવ બ્રીજની બાજુમાં યોગી કોમ્પ્લેક્ષમા પહેલા માળે આવેલ ગેલેક્સી વેલનેસ બોડી મસાજ સ્પામાં સંચાલક દ્વારા અન્ય લોકો મસાજની આડમાં બહારથી લલનાઓ બોલાવી ગ્રાહકોને શરીરસુખ માણવા માટેની સવલતો પૂરી પાડતા હોવાની બાતમી મળતા મોરબી તાલુકા પોલીસ ટીમે રેડ કરી હતી. સ્થળ પરથી આરોપી ફારૂખભાઈ ઇબ્રાહીમભાઇ હાણિયા (ઉ.વ.૨૬) રહે. રણછોડનગર નીધીપાર્ક મોરબીવાળાને ઝડપી પાડી આરોપી પાસેથી રોકડ રકમ રૂ.૪૪૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિં રૂ. ૮૦૦૦ મળી કુલ કિં રૂ. ૧૨૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.રેડ દરમિયાન આરોપી મહમદહુશેન ભીખુભાઇ સંધી રહે. મોરબી રણછોડનગર નીધીપાર્ક મોરબીવાળો હાજર મળી આવ્યો ના હતો, જેથી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

 

 

RELATED ARTICLES

Most Popular