Sunday, April 19, 2026
HomeMorbiTankaraઅકસ્માત; સજ્જનપર – હડમતીયા રોડ પર બાઈક સ્લીપ થતાં યુવકનું મોત

અકસ્માત; સજ્જનપર – હડમતીયા રોડ પર બાઈક સ્લીપ થતાં યુવકનું મોત

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના સજનપર ગામ થી હડમતીયા તરફના રોડ પર કેનાલ પાસે વળાંક પર બાઈક સ્લીપ થઈ લોખંડના બોર્ડ સાથે ભટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.

ટંકારા તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારાના નવા અભરાપર શીતળામાતા ની ધાર પાસે રહેતા રમેશભાઇ ધુલીયાભાઇ બામણીયા (ઉ.વ-૧૯) નામનો યુવક પોતાના હવાલાવાળુ મોટરસાયકલ નંબર GJ-10-AS-9123 વાળુ ત્રણ સવારી લઈને નિકળતા સજનપર ગામ થી હડમતીયા તરફના રોડ કેનાલ થી આગળ વળાંક નહી વળતા રોડ ની સાઇડ ની કપચીમા સ્લીપ ખાઇ રોડ સાઇડ ના લોખંડ્ના બોર્ડ સાથે ભટકાઇ જતા ઢસડાઇ ને જમીન પર પડતા યુવકને ને માથામા તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તથા સાહેદ ને સામાન્ય ઇજા થતા ટંકારા સરકારી હોસ્પીટલમા સારવારમા લઈ જતા સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે તપાસી યુવકને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular