Sunday, April 26, 2026
HomeGujaratમોરબી જિલ્લામાં નવા વાહનો નંબર પ્લેટ વગર દોડવા લાગ્યા !!

મોરબી જિલ્લામાં નવા વાહનો નંબર પ્લેટ વગર દોડવા લાગ્યા !!

Advertisement
Advertisement

મોરબી RTO તંત્ર પોતાની ફરજ ભૂલી ગયું ??

મોરબી જિલ્લામાં RTO ની કામગીરી લઈને અનેક વાર પ્રશ્નો ઉભા થયા છે મોરબીમાં નેશનલ હાઇવે પર મન ફાવે તેમ ઓવર લોડ ડમ્પર અને ગાડિયો ચાલે તેને બંધ કરવામાં નિષ્ફળ ગયેલ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની કામગીરી જાણે ભૂલી ગયા હોય તેવું લાગે છે સરકારી AC ઓફિસ માં બેસીને માત્ર સબ સલામત ના દાવા કરનાર તંત્ર AC ઓફિસ માંથી બહાર આવીને ક્યારે કામગીરી કરશે ? કે પછી ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને રાખીને સબ સલામત ના દાવા ચાલુ રાખશે ?

ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા જાહેર કરવામાં આવ્યું હતું કે નવું વાહન નંબર પ્લેટ લાગે પછી જ શોરૂમ ની બહાર નીકળવું જોઈએ પણ મોરબી જિલ્લામાં નવા વાહનો નંબર પ્લેટ વગર દોડવા લાગ્યા છે શું આ તંત્ર ના ધ્યાને નહિ આવ્યું હોય ? સરકારે જ જાહેર કરેલ નિયમ અધિકારીઓ ધ્યાને નથી લેતા શું ? આ અધિકારીઓ સામે કોણ પગલાં ભરશે અને આવા બે જવાદાર અધિકારીઓના લીધે કોઈનો ભોગ લેવાય તો તેનું જવાબદાર કોણ ? સરકાર પ્રજાના હિત માટે નિયમ બનાવતી હોય છે પણ તેને અમલ કરાવવો એ અધિકારીઓ અને કમર્ચારીઓ નું કામ હોય છે

 

હાલ મોરબી જિલ્લામાં નવા વાહનો નંબર પ્લેટ વગર દોડે છે તેનું જવાબદાર કોણ ? અને આ વાહનો થકી કોઈ ગંભીર અકસ્માત બને તો તેનું જવાબદાર કોણ ? હાલ મોરબી જિલ્લા RTO માટે આ સળગતો સવાલ છે પ્રજાના હિત માટે RTO તંત્ર આ નંબર પ્લેટ વગર ના વાહન ને રોકી ને કાર્યવાહી કરી શકશે ? આવનાર દિવસોમાં જોવાનું રહ્યું કે AC ઓફિસ માં બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસ બહાર નીકળીને વાસ્તવિકતા જોશે કે નહિ એ પ્રશ્ન છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular