HomeGujaratમોરબીમાં વ્યાજખોરે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબીમાં વ્યાજખોરે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબીમાં વ્યાજખોરે યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ મોરબીના અવધ 4 શેરી 7 નાની કેનાલ રોડ પર રહેતા ગૌરવભાઈ દલસુખભાઈ કાવરએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી ભરતભાઈ ઉર્ફે બી.કે.બોરીચા પાસેથી ગૌરવભાઈ એ આગાઉ વ્યાજે રૂપિયા લીધેલ હોય અને અડધા રૂપિયા ગૌરવભાઈ એ તેને ચૂકવી આપેલ હોય તેમ છતાં મોરબીના ભરતનગર જતાં રસ્તે નાની કેનાલ રોડ પર આરોપી ભરતભાઈ ઉર્ફે બી.કે.બોરીચાએ ગૌરવભાઈ પાસે મૂળ રકમની માંગણી કરતા ગૌરવભાઈ એ તેના વિરુધ્ધ અગાઉ વ્યાજવટાની ફરિયાદ કરેલ હોય જેનો ખાર રાખી ફોનમાં ગાળો આપી રૂપિયા પરત નહિ આપ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે

RELATED ARTICLES

Most Popular