Sunday, April 26, 2026
HomeGujaratધ્રાંગધ્રા - દ્વારિકા પૂનમ સ્પેશિયલ બસ નું હળવદ બસ સ્ટેશન ખાતે ઉમળકાભેર...

ધ્રાંગધ્રા – દ્વારિકા પૂનમ સ્પેશિયલ બસ નું હળવદ બસ સ્ટેશન ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું

Advertisement
Advertisement

આજરોજ હળવદ બસ સ્ટેશન ખાતે ધ્રાંગધ્રા – દ્વારિકા પૂનમ સ્પેશિયલ લકઝરી બસ નું હળવદ ના નગરજનો દ્વારા વાજતે ગાજતે ઢોલ નગારા ના તાલે ઝૂમી અને ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને બસ ના ડ્રાઈવર અને કંડકટર ને ફુલ હાર પહેરાવી તેમનું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ વિસ્તાર ના ભાવિકો પૂનમ ભરવા માટે દ્વારકા જતા હોય છે પરંતુ ત્યાં જવા માટે પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો ત્યારે આ પૂનમ સ્પેશિયલ બસ એસ.ટી વિભાગ દ્વારા શરૂ કરતા હાજર સૌ લોકો એ આ બસ રૂટ શરૂ કરવા બદલ ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ , વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી , સંસદસભ્ય ચંદુભાઈ શિહોરા , ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત આ બસ રૂટ શરૂ કરવા માટે રજૂઆત કરનાર શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે સહિત એસ.ટી વિભાગ ના અધિકારી વિભાગીય નિયામક કરોતરા સાહેબ અને ડી. ટી. ઓ શ્રી ડાંગર સાહેબ નો આભાર વ્યક્ત કર્યો હતો આ તકે શહેર ભાજપ પ્રમુખ તપન દવે , બજરંગદળ ના પ્રદેશ સંયોજક ભાવેશભાઈ ઠક્કર , શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કેતનભાઈ દવે , રવિભાઈ પટેલ , નગરપાલિકા કારોબારી ચેરમેન મહેશભાઈ કણઝરીયા , ભરતભાઈ કરોતરા, અશોકભાઈ તારબુંદીયા, જતીનભાઈ રાવલ, વી.કે.મકવાણા સહિત બહોળી સંખ્યા ગ્રામજનો એ આ પૂનમ સ્પેશિયલ બસ રૂટ ને ઉત્સાહભેર આવકારી હતી

આ કાર્યક્રમ ને સફળ બનાવવા ટ્રાફિક કન્ટ્રોલર અનિલભાઈ દલવાડી એ ભારે જહેમત ઉઠાવી હતી

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular