HomeGujaratમાળિયા અને હળવદ પંથકમાં ગૌવંશનું કતલ કરનારા પાંચેય આરોપી જેલહવાલે 

માળિયા અને હળવદ પંથકમાં ગૌવંશનું કતલ કરનારા પાંચેય આરોપી જેલહવાલે 

માળીયા મિયાણા અને હળવદ પંથકમાં માલધારીઓના અનેક ગૌવંશની કતલ કરનાર પાંચ આરોપી સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામી તમામને અલગ અલગ જેલહવાલે કરવામાં આવ્યા છે.

માળીયા મિયાણા/હળવદ પોલીસ સ્ટેશનના ગૌવંશ કતલના ગુનાઓમાં સંડોવાયેલ પાંચ આરોપીઓની પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા તેઓએ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે અન્વયે પોલીસની અલગ અલગ ટીમોએ પાંચેય આરોપીની અટક કરી પાસા તળે જેલોમાં મોકલી દીધા છે. જેમાં સાઉદીનભાઈ ઓસમાણભાઈ કાજેડીયા (રહે. કાજરડા તા.માળીયા)ને લાજપોર મધ્યસ્થ જેલ-સુરત, રમજાનભાઈ ફારૂકભાઈ જામ (રહે.જુના અંજીયાસર તા.માળીયા)ને, મધ્યસ્થ જેલ-વડોદરા, અલાઉદીનભાઈ મુસાભાઈ જામ (રહે.કાજરડા તા.માળીયા)ને જિલ્લા જેલ- ભાવનગર, આમીનભાઈ રહીમભાઈ માણેક (રહે. કાજરડા તા.માળીયા)ને મધ્યસ્થ જેલ-અમદાવાદ તથા અબ્બાસભાઈ મુસાભાઈ મોવરામિયાણા (રહે.કાજરડા તા.માળીયા)ને જિલ્લા જેલ- જુનાગઢ મોકલી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Most Popular