મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે શહેરના ત્રાજપર વિસ્તારમાં જુગારના બે અલગ અલગ દરોડા પાડી ચાર જુગારીઓને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ખારી નાકામા જુગાર રમી રહેલા આરોપી દિનેશ નાથાભાઇ લગવાડિયા અને રમેશ બાબુભાઈ સાતોલાને રોકડા રૂપિયા 4590 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં રામજી મંદિર પાસેથી આરોપી સવજી ભીમાભાઈ છેલાણીયા અને આરોપી સોમાં અરજણભાઈ મકવાણાને જાહેરમાં તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4200 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.




