Sunday, April 26, 2026
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરૂદ્ધ ઝુંબેશ: 70 જેટલા રીઢા ગુનેગારોને...

મોરબી જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરૂદ્ધ ઝુંબેશ: 70 જેટલા રીઢા ગુનેગારોને કાયદામાં રહેવાની ચેતવણી

Advertisement
Advertisement

મોરબી જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરૂદ્ધ ઝુંબેશ ચાલી રહી છે. જે અન્વયે મોરબી પોલીસ દ્વારા 70 જેટલા રીઢા ગુનેગારોને પોલીસ મથકે બોલાવીને વિગતો એકત્ર કરવામાં આવી છે. આ સાથે તેઓને કાયદામાં રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા 165 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં મોરબી સિટી એ ડિવિઝન, મોરબી સિટી બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાં 70 જેટલા રીઢા ગુનેગારોના નામ સમાવવામાં આવ્યા છે. આ તમામ લોકોને મોરબી સિટી એ ડિવિઝન અને મોરબી સિટી બી ડિવિઝન ખાતે બોલાવવામાં આવ્યા હતા.

આ દરમિયાન પોલીસ દ્વારા તમામ લોકો હાલ શુ પ્રવૃત્તિ કરે છે, પેરોલ ઉપર છૂટેલા છે કે કેમ તે સહિતની વિગતો એકત્ર કરવામાં આવી છે. વધુમાં આ તમામ લોકોને કાયદામાં રહેવાની કડક ભાષામાં ચેતવણી પણ આપવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular