મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે જેમાં 25 વર્ષીય યુવકે મૂડી અને વ્યાજ સહિતના રૂપિયા ચૂકવી દીધેલ હોવા છતાં પણ બળજબરીપૂર્વક યાદ કરો ઉઘરાણી કરતા હોય અને ફરી બતાવે બળજબરીપૂર્વક પૈસાની પઠાણી ઉઘરાણી કરી બોલાચાલી કરતા હોય અને ઝઘડો કરતા હોય તે બાબતની ફરિયાદ યુવકે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા આશિષભાઈ રમેશભાઈ પાડલીયાએ આરોપી હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા અને નરેન્દ્રભાઈ તેમજ લાલાભાઇ જયંતીભાઈ વિડજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેમને ધંધામાં રૂપિયાની જરૂર હોય જેથી આ કામના આરોપીઓ પાસેથી રૂ.5,50,000 રૂપિયા 5% એ લીધેલ હોય જે રૂપિયા ફરિયાદીએ મોડી અને વ્યાજબી 85,000 આપી દીધેલું હોય તેમ છતાં આ કામના આરોપીઓએ અવારનવાર બળજબરીથી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતા હોય ફરિયાદીને છરી બતાવી બળજબરીપૂર્વક પૈસાની પઠાણી ઉઘરાણી કરી બોલાચારી કરી ઝઘડો કરતા હોય તે બાબતે યુવકે હાલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




