HomeGujaratહળવદ પોલીસે અસામાજીક તત્વો વિરૂદ્ધ કરી કડક કાર્યવાહી: વિજ કનેક્શન ચોરી, ગેરકાયદેસર...

હળવદ પોલીસે અસામાજીક તત્વો વિરૂદ્ધ કરી કડક કાર્યવાહી: વિજ કનેક્શન ચોરી, ગેરકાયદેસર બાંધકામ ખડકનાર બુટલેગરને નોટીસ 

મોરબી પોલીસ અસામાજીક તત્વો વિરૂધ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે આજે અસામાજીક તત્વોના ઘરે તથા ધંધાના સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી. જેમાં દારૂની પ્રવૃતિઓ સાથે જોડાયેલ ઈસમોને ઘરે તથા ધંધાના સ્થળે ગેરકાયદેસર વિજ કનેક્શન ઝડપી લેવામાં આવ્યું છે.

જેમાં રમણીક ઉર્ફે બુધ્ધો અવચરભાઇ શીપરા (રહે.ગામ સુંદરગઢ તા.હળવદ)એ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવેલ હોય જેમાં આશરે 1.80 લાખ જેવો દંડ થઈ શકે છે. જ્યારે શક્તિસિંહ રાજુભાઇ ગોહિલ (રહે.ગામ માથક તા.હળવદ)એ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવેલ હોય જેમાં આશરે 1.80 લાખ જેવો દંડ થઈ શકે છે. પિન્ટુ અશોકભાઇ બોરણીયા અને મયુર અશોકભાઇ બોરણીયા (રહે.ગામ માથક)વાળાએ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવેલ હોય જેના વિજવાયર કબ્જે કરી તેના વિરૂધ્ધ નોટીસની કાર્યવાહી કરવામાં આવેલ છે. મેહુલ રમણીકભાઇ ગોઠી (રહે.હળવદ કણબીપરા)એ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવેલ હોય જેમાં આશરે 70 હજાર રૂપિયા જેવો દંડ થઈ શકે છે. નવઘણભાઇ ગણેશભાઇ ઉડેચા (રહે.ગામ રાણેકપર)એ પોતાના ગેરકાયદેસર બાંધકામ કરેલ જગ્યાએ ચેક કરતા દેશી દારૂ વેચાણ થતુ હોય દેશી દારૂ વેચાણનો કેશ કરવામાં આવેલ છે. તેમજ રાણેકપર ગ્રામ પંચાયત દ્વારા ડિમોલેશન કરવા નોટીસ આપી કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

આ કામગીરી મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠી તથા ડીવાયએસપી સમીર સારડાની સુચના મુજબ હળવદ પી.આઇ આર.ટી વ્યાસ તથા તેમની ટીમ દ્રારા તેમજ પી.જી.વી.સી.એલ જુનીયર એન્જીનીયર કે.પી પટેલ તથા એ.એમ.ચૌધરી તેની ટીમ દ્રારા કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular