Monday, April 27, 2026
HomeGujaratપીપળી ગામે બાઇક રિપેરિંગના બાકી પૈસા આપી દેવાનું કહીં બે શખ્શોએ યુવાનને...

પીપળી ગામે બાઇક રિપેરિંગના બાકી પૈસા આપી દેવાનું કહીં બે શખ્શોએ યુવાનને ધમકી આપી

Advertisement
Advertisement

મોરબીના પીપળી ગામે 7000 બાકી રૂપિયા બે દિવસમાં આપી દેવાનું કહીને બે શખ્શોએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મોરબી તાલુકાના પીપળી ગામની સામે માનસધામ સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ દેવશીભાઇ ટુંડીયાએ આરોપી લાલાભાઈ મેવાળા રહે. પીપળી ગામ સામે માનસ ધામ સોસાયટી-1મોરબી તથા રાકેશ આહીર અને રાજકુમાર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીએ લાલાભાઈના પાવડીયારી પાસે આવેલ બજરંગ ગેરેજમાં પોતાનું મોટરસાયકલ રજીસ્ટર નં.GJ03-ED-5769 વાળુ રીપેરીંગ કરાવેલ હોય જેનું બીલ રૂ.10,000 થયેલ હોય અને ફરિયાદીએ રૂ.3,000 આપેલ હોય બાકીના રૂ.7,000ની ફરિયાદી પાસે સગવડ ન હોય અને આરોપી અવાર નવાર રૂપિયાની ઉઘરાણી કરતો હોય બાદ આરોપીઓ ફરિયાદિના ઘર પાસે ગયેલ અને ફરિયાદીને બહાર બોલાવી રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ બે દિવસ પછી આપી દેવાનું કહેતા આરોપીઓ એ યુવકને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા યુવકે આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular