Sunday, April 26, 2026
HomeGujaratમોરબી નજીક દાટેલી હાલતમાં મળેલ બાળકની ડીવાયએસપી તથા પીઆઈએ મુલાકાત લીધી: બાળકને...

મોરબી નજીક દાટેલી હાલતમાં મળેલ બાળકની ડીવાયએસપી તથા પીઆઈએ મુલાકાત લીધી: બાળકને ત્યજી દેનાર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ

Advertisement
Advertisement

મોરબી નજીક નવાગામ પાસે દાટી દીધેલી હાલતમાં બાળક મળી આવ્યાનો બનાવ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકરણમાં ટંકારા પોલીસે બાળકને ત્યજી દેનાર અજાણ્યા લોકો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાત ગઈકાલે સાંજના સમયે નવાગામ પાસે લક્ષદ્રીપ કારખાના પાસે એક દાટી દીધેલી હાલતમાં બાળક મળી આવ્યું હતું. આ બાળકને મીઠું લગાવી મોઢે ડૂચો દઈને માટી નીચે દાટી દેવાયું હતું. ત્યાંથી નિકળનારા એક શ્રમિકે બાળકના રડવાનો અવાજ સાંભળતા તેને માટી હટાવી હતી. માટી નીચેથી બાળક હેમખેમ બહાર કાઢવામાં આવ્યું હતું. હાલ આ બાળક મોરબી સિવિલ હોસ્પિટલમાં છે. જ્યાં ડીવાયએસપી સમીર સારડા ટંકારા પોલીસ સ્ટેશન પીઆઈ કે.એમ.છાસીયા દ્વારા બાળકની મુલાકાત લેવામાં આવી હતી. પોલીસ દ્વારા બાળક માટે નવા કપડા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઉપરાંત એક લેડીઝ પોલીસને બાળકના કેર ટેકર તરીકે ફરજમાં મુકવામાં આવ્યા છે. વધુમાં ટંકારા પોલીસના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ નથુભાઈ કણજારીયાની ફરિયાદના આધારે ટંકારા પોલીસે બાળકને ત્યજી દેનાર સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular