HomeGujaratહળવદના રાયસંગપુર ગામે જુગાર રમતા 6 ઝડપાયા 

હળવદના રાયસંગપુર ગામે જુગાર રમતા 6 ઝડપાયા 

હળવદ તાલુકાના રાયસંગપર ગામની સીમમાં સાવડા નામે ઓળખાતી સીમમાં પરસોત્તમભાઈ છગનભાઇ દલવાડીના વાડીના શેઢા પાસે આવેલ લીંબડાના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં જુગાર રમતા હમીરભાઇ મેરૂભાઈ ચૌહાણ, નટવરભાઈ ઉર્ફે ટાબાભાઈ ચાવડા, રમેશભાઈ કચરાભાઈ જાંબુકીયા, રવજીભાઈ ગોરધનભાઈ લોલાડીયા, રમેશભાઈ ઠાકરશીભાઈ ડાભી, ધનજીભાઈ છગનભાઈ પરમાર (રહે. બધા રાયસંગપુર ગામ તા. હળવદ)વાળાને રોકડ રકમ રૂ.12,670ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular