Sunday, April 26, 2026
HomeGujaratટંકારાના મેઘપર ઝાલા ગામે દવા છંટકાવ કરતી વેળાએ ઝેરી અસરથી પરપ્રાંતિય ખેત...

ટંકારાના મેઘપર ઝાલા ગામે દવા છંટકાવ કરતી વેળાએ ઝેરી અસરથી પરપ્રાંતિય ખેત શ્રમિકનું મોત

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે વાડીએ જંતુનાશક દવાના છંટકાવ કરતી વેળા ઝેરી અસર થઈ જતા પરપ્રાંતિય ખેત-શ્રમિક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મહેશભાઇ સુબાનભાઇ મછાર ઉવ.૧૮ (રહે. હાલ મેઘપર ઝાલા ગામની સીમ ભયલુભાઇ ઝાલાની વાડીએ તા.ટંકારા મુળ રહે. બડવી ગામ તા.દનવાળી જી.ધાર રાજ્ય મધ્યપ્રદેશ) વાળા ઉપરોક્ત વાડીએ જંતુનાશક દવા છાંટતા હોય તે વખતે ખેત-શ્રમિક મહેશભાઈને ઝેરી દવાની અસર થતા તેને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હોય ત્યારે ચાલુ સારવાર દરમિયાન મહેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, જે બાદ મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યું નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular