Sunday, April 26, 2026
HomeGujaratહળવદના માથક ગામે બુટલેગર બંધુઓના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું 

હળવદના માથક ગામે બુટલેગર બંધુઓના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું 

Advertisement
Advertisement

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા તથા પી.એ.ઝાલાના માર્ગદર્શન મુજબ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તાર – પ્રોહી બુટલેગર અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ હતી.

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મથક ગામની હદ વિસ્તારમાં રોહિત વાઘજીભાઇ પરમાર કોળી તથા ચતુર વાઘજીભાઇ પરમાર કોળી તેઓ વિરુધ્ધમાં ઈંગ્લીશ અને દેશી દારૂના અને મારામારીના ગંભીર પ્રકારના ગુન્હાઓ દાખલ થયેલ છે. ઉપરોક્ત બંને ઈસમોએ સરકારી ગ્રામ પંચાયત હેઠળની જમીનમાં ગેર કાયદેસર રીતે દુકાનો તથા કેબીન બનાવેલ હોય જે બાબતે પ્રાથમિક તપાસ કરતા જમીન ખાલી કરાવવા તલાટી મારફત નોટીસ ઈશ્યૂ કરાવી બંને ઈસમોએ જાતેથી સરકારી જમીન પર બનાવેલ દુકાનો અને કેબિન હટાવી ખાલી કરી આપેલ હતી. જે સરકારી જમીન આશરે 450 ચોરસ વાર હોય જે જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે 30,960નું દબાણ કરી પાકી દુકાનો 4 બનાવેલ અને કેબિન રાખેલ જે જગ્યાએ ડિમોલિશન કરેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular