Sunday, April 19, 2026
HomeGujaratમાળિયાના વાધરવા ગામની સીમમાંથી દેશીદારૂ તથા ઓથો ઝડપાયો: બે આરોપી વિરુદ્ધ ગુન્હો...

માળિયાના વાધરવા ગામની સીમમાંથી દેશીદારૂ તથા ઓથો ઝડપાયો: બે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાયો

Advertisement
Advertisement

માળીયા (મિં)ના વાધરવા ગામની સીમમાંથી 150 લીટર દેશીદારૂ તથા દેશી દારૂ બનાવવાનો 3600 લીટર ઓથો મળી આવ્યો છે. પોલીસની રેડ દરમિયાન આરોપી હાજર ન મળયા માળિયા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી બે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી પી.એ.ઝાલાની સૂચના મુજબ માળીયા તાલુકા પીઆઇ આર.સી. ગોહિલ અને તેની ટિમ કામ કરી રહી છે. ત્યારે પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમા હતા ત્યારે બીપીનભાઇ પરમાર તથા રાયમલભાઇ નાનજીભાઇને હકીકત મળી હતી કે, માળીયા મીંયાણાના વાધરવા ગામની સીમમાં આરોપી આરીફભાઇ અબ્દુલભાઇ સામતાણી તથા નવઘણભાઇ જુગાભાઇ દેગામા (રહે. બન્ને ચીખલી) વાળાની દેશીદારૂની ભઠ્ઠી ચલાવે છે જેથી કરીને ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 150 લિટર દેશીદારૂ અને દેશી દારૂ બનાવવાનો આથો 3600 લીટર મળી આવેલ હતો જેથી કરીને કુલ મળીને 1.20 લાખનો મુદામાલ કબજે કરેલ છે. જો કે, રેડ કરી હતી ત્યારે આરોપી આરીફભાઇ અબ્દુલભાઇ સામતાણી અને નવઘણભાઇ જુગાભાઇ દેગામા સ્થળ ઉપર હાજર ન હતા જેથી તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular