મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમ ભંગ બદલ મળેલું ઇ-ચલણ કઈ રીતે ભરવું તે અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં ઓનલાઈન ઈ-ચલણ ભરવા માટે echallan.parivahan.gov.in/ લિંકથી ભરી શકાશે. ઇ-ચલણ ઇસ્યુ થયાના 90 દિવસની અંદર ભરી શકાશે, ત્યારબાદ ઈ-ચલણ v-court માં જતુ રહેશે. 90 દિવસ બાદ ઇ-ચલણ v-court માં ઓનલાઇન ભરવા માટે vcourts.gov.in/virtualcourt/લીંકથી ભરી શકાશે.
તેમજ ઓફલાઇન માટે (1) ટ્રાફીક શાખા, પોલીસ અધિક્ષકની કચેરી,
જિલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે,મોરબી-2 તથા (2) શનાળા ચોકી, છોટાલાલ પંપની બાજુમાં, મોરબી-1 આ બન્ને જગ્યાએ ઇ- ચલણ ભરી શકાશે. ઈ-ચલણનું પેમેન્ટ કચેરી સમય દરમ્યાન ઓફલાઇન / રોકડ માધ્યમથી ભરી શકો છો. તેમજ ઇશ્યુ થયેલ ઈ-ચલણ ભરવા માટે વાહન રજી. નંબર અથવા ઈ-ચલણ સાથે લાવવાનું રહેશે.




