Monday, April 27, 2026
HomeGujaratલાલપરના યુવકને હનીટ્રેપમાં ફસાવનારી અંતે પોલીસના કબ્જામાં 

લાલપરના યુવકને હનીટ્રેપમાં ફસાવનારી અંતે પોલીસના કબ્જામાં 

Advertisement
Advertisement

મોરબી તાલુકાના લાલપર ગામમાં કરિયાણાની દુકાન ચલાવતા પંકજ ભરત કઢાણીયાને ગત તા. 1 ના રોજ બપોરે વડીયા ગામની જાનવી નામની યુવતીએ મોબાઈલમાં ટેક્સ મેસેજ કરી બાદમાં ફોનમાં વાતચીત કરી વિરપર મળવા બોલાવ્યો હતો. જે વાત ગત તારીખ 5 ના રોજ પંકજ અને તેના ફઈનો દીકરો કિશન શોખરીયા જીજે 36 એલ 6320 નંબરની કારમાં યુવતીને મળવા વીરપર ગયા હતા. રસ્તામાં યુવતી જેમની સાથે બેસી હતી અને ત્યાંથી નણંદને મળવા જવા બીલખા જવાનું કહ્યું હતું, જેથી બંને યુવાનો ત્યાંથી કારમાં બીલખા જવા રવાના થયા હતા.

આ દરમિયાન ભેસાણ-છોડવડી રોડ પર જાનવી નામની યુવતી વોશરૂમ જવાના બહાને કાર અટકાવી હતી. આ દરમિયાન જ પાછળથી ચાર શખ્સ આવી પહોંચ્યા હતા અને આ શખ્સ કારમાં પણ બેસી ગયા હતા અને બન્નેનું અપહરણ કરી લઈ તેને ગયા હતા.

જ્યારે યુવતી બાઇકમાં બેસીની જતી રહી હતી અને બાદમાં બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 3.50 લાખની માંગણી કરી હતી.

આ સમગ્ર બનાવ બાદ પંકજે ભેસાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો સ્થાનિક પોલીસ અને એલસીબીએ તાત્કાલિક તપાસ કરી યુવતીને ઝડપી લીધી છે. જેની પૂછ પૂછપરછ કરતા પંકજના ફઈનો દીકરો પણ આ કાવતરામાં સામેલ હોવાનું સામે આવ્યું છે. જેથી જૂનાગઢ પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular