HomeMorbiટંકારાના લજાઈ ગામે સગર્ભાઓને "ગર્ભ સંસ્કાર"

ટંકારાના લજાઈ ગામે સગર્ભાઓને “ગર્ભ સંસ્કાર”

અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ “પ્રોજેક્ટ અભિમન્યુ” માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર મળે અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તેવા સુગમ હેતુથી મોરબી જીલ્લાના દરેક તાલુકામાં એક ખાસ કાર્યક્રમ કરવા જણાવેલ તે અંતર્ગત આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ટંકારાના લજાઈ ગામે જોગ આશ્રમ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ મુજબ વિધિવત રીતે કરવામાં આવ્યો હતો.

આજે લજાઈના જોગ આશ્રમ ખાતે કુલ 45 સગર્ભાઓનાં ગર્ભ સંસ્કાર આર્યસમાજ સંસ્થા દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર હર્ષાબેન મોર દ્વારા ગર્ભ સંસ્કારથી થતા સગર્ભામાતા, બાળક, પરીવાર અને આવનારી પેઢીને થતાં ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આ તકે, દાતાઓ દ્વારા સગર્ભા બહેનોને પોષ્ટિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ ગર્ભ સંસ્કાર કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ICDS પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, બાળ વિકાસ યોજના અધિકારી તેજલ દેકાવડીયા, મુખ્ય સેવિકા રાજેશ્રીબેન ત્રિવેદી, લજાઈ તલાટી કમમંત્રી અને વહીવટદાર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગર્ભ સંસ્કાર કાર્યક્રમના દાતાઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular