મોરબીમાં દારૂની રેલમછેલ બોલી રહી છે, મોરબીના શક્ત શનાળા નવા પ્લોટ વિસ્તારમાં ક્રેટા કારમાંથી વિદેશી દારૂની ૨,૭૩,૫૭૬ની કિંમતની ૨૮૮ બોટલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૭,૭૩,૫૭૬ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે જપ્ત કર્યો છે. જો કે, આરોપી સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શક્ત શનાળા નવા પ્લોટ વિસ્તારમાથી આરોપીએ પોતાના કબ્જાની ક્રેટા કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એલ-૯૧૭૯ વાળીમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી વિદેશી દારૂની ૨,૭૩,૫૭૬ની કિંમતની ૨૮૮ બોટલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૭,૭૩,૫૭૬ નો મુદ્દામાલ ક્રેટા કાર કિં રૂ. 5 લાખ મળી કુલ કિં રૂ. ૭,૭૩,૫૭૬ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.




