HomeMorbiટંકારાના ઘુનડા નજીક નવજાત શિશુને ત્યજી દેનાર નિષ્ઠુર માતા પિતા પોલીસની ગિરફ્તમાં

ટંકારાના ઘુનડા નજીક નવજાત શિશુને ત્યજી દેનાર નિષ્ઠુર માતા પિતા પોલીસની ગિરફ્તમાં

ટંકારાના ઘુનડા (સ.) ગામ નજીક વીડીમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું. પોલીસે બાળકને ત્યજી દેનાર નિષ્ઠુર માતાપિતાને મીતાણા ગામના બ્રીજ પાસેથી ઝડપી પાડ્યા છે.

ટંકારા પોલીસ મથકમાં ગત તા. ૨૦ માર્ચના રોજ એક અજાણી સ્ત્રીએ પોતાની કુખે જન્મેલ ત્રણ ચાર દિવસના નવજાત બાળકને અસુરક્ષિત જગ્યાએ મૂકી ત્યજી દીધું હતું જેની જાણ થતા જ ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ટંકારા પોલીસ તેમજ એલસીબી ટીમે પણ આ ગુનામાં તપાસ ચલાવી હતી. તપાસ દરમિયાન આ નવજાત બાળકે પહેરેલા કપડા પર સામુહિક આરોગ્ય કેન્દ્ર ભાભર લખેલું હોવાથી તે દિશામાં તપાસ આગળ ચલાવી હતી.

ભાભર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવતા આ ગુનામાં સંડોવાયેલ અજાણી સ્ત્રી અને તેના પતિ બંને બનાસકાંઠા જીલ્લાના ભાભરના વતની હોવાનું ખુલ્યું હતું. સાથે જ સ્ત્રીનું નામ દક્ષાબેન રમેશભાઈ ઠાકોર અને પતિ રમેશભાઈ પ્રેમજીભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. જે બંને પતિ પત્નીએ તાજા જન્મેલા બાળકની ઓળખ છુપાવવા નવજાતને ત્યજી દીધું હતું. વધુ તપાસ ચલાવતા બંને આરોપીઓ ટંકારા તાલુકાના મીતાણા ગામના બ્રીજ નીચે હોવાની બાતમી મળતા આરોપી દંપતીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ મથકને સોંપ્યું હતું.

RELATED ARTICLES

Most Popular