HomeGujarat લાલપર ગામના ગેટ પાસે ટ્રકે બાઈકને હડફેટે લીધું, બાઇક ચાલક ઇજાગ્રસ્ત

 લાલપર ગામના ગેટ પાસે ટ્રકે બાઈકને હડફેટે લીધું, બાઇક ચાલક ઇજાગ્રસ્ત

મોરબી વાંકાનેર હાઈવે પર લાલપર ગામના ગેટ પાસે વાંકાનેર જતી બાઈકને ટ્રકે હડફેટે લેતા બાઈક સવાર યુવક ઇજાગ્રસ્ત થયો હતો. આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના મકનસર ગોકુલનગર પાછળ સીતારામનગરમા રહેતા અને મજુરી કામ કરતા વિનોદભાઈ બચુભાઈ બરાસરા (ઉ.વ.૨૬) એ આરોપી ટ્રક રજીસ્ટર નં.-MH-23-AU-9399 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બાઇક ચાલક પોતાનુ સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને મોરબી શક્તિ ચેમ્બરથી સરતાનપર રોડ પર જઈ રહ્યો હતો ત્યારે મોરબી લાલપર ગામના ગેટ સામે આવેલ કટમાથી રોડ પર ચડી આગળ આવેલ કટ પાસે વાકાનેર તરફ વળવા માટે મોટરસાયકલ કટ પાસે ઉભુ રાખ્યું હતું તે વખતે વાકાનેર તરફથી પુરઝડપે આવતા ટ્રકે મોટર સાઈકલને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો જેથી યુવકના કમરના ભાગે જમણી બાજુ ગોળાના ભાગે તથા ડાબા પગે પંજા પર ઘુટીમાં ફેકચર જેવી ઈજાઓ પહોંચાડી હતી. આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular