Monday, April 27, 2026
HomeGujaratમોરબીના બેલા રોડ પર ગેમસ્ટોન ટાઈલ્સ કારખાનામાં સગીરા થયેલા દુષ્કર્મનો આરોપી ઝડપાયો

મોરબીના બેલા રોડ પર ગેમસ્ટોન ટાઈલ્સ કારખાનામાં સગીરા થયેલા દુષ્કર્મનો આરોપી ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીના બેલા રોડ પર આવેલ ગેમસ્ટોન ટાઈલ્સ કારખાનાના લેબર કવાર્ટસમાં એક રૂમમાં સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરનાર શખ્સને મોરબી તાલુકા પોલીસે મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુર ખાતેથી ઝડપી પાડયો છે.

ફરીયાદીની સગીરવયની દિકરીની આઠેક મહિના પહેલા મોરબીના બેલા રોડ પર આવેલ ગેમસ્ટોન ટાઈલ્સ કારખાનાના લેબર કવાર્ટસમાં આવેલ રૂમમાં એક અજાણ્યા છોકરાએ બળજબરી પુર્વક બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા અજાણ્યા આરોપીની માહિતી મેળવી આરોપીને મહારાષ્ટ્ર રાજયના કોલ્હાપુર ખાતેથી શોધી કાઢી આરોપીની ઓળખ પરેડ કરાવતા સગીરાએ ઓળખી બતાવતા આરોપી નિરજસિંહ બલવાનસિંહ ગોડ (ઉ.વ.૨૦) રહે. સીજહરા બહંગામા મોહલ્લા ડોકરીયા તા.બીજરાવગઢ જી કટની મધ્યપ્રદેશની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી અનડિટેકટ ગુન્હો શોધી કાઢ્યો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular