HomeGujaratમોરબીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 18 બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 18 બોટલ સાથે એક ઝડપાયો

ગુજરાતની દારૂબંધીમાં જાણે મોરબીને બાકાત રાખવામાં આવ્યું હોય તેમ મોરબીમાં બેફામ દારૂનો વેપલો થઈ રહ્યો છે. અહીંયા દારૂબંધી ફક્ત નામની જ રહી ગઈ હોય તેમ અવારનવાર દારૂ પકડાયાના કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાંથી હવે તો રહેણાંક મકાન પણ બાકાત નથી રહ્યા.

મોરબીના શોભેશ્વર રોડ પર વાણીયા સોસાયટીમાં એક રહેણાંક મકાનમાંથી દારૂની ૧૮ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, તેમને પેટ્રોલિંગ દરમ્યાન સંયુક્તમા બાતમી મોરબીના શોભેશ્વર રોડ પર વાણીયા સોસાયટીમાં રેડ કરતા આરોપી કાળુભાઈ ગોરધનભાઈ સીતાપરા (ઉ.વ.૬૦) એ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રૂ. 10,310 ની કિંમતની વિદેશી દારૂની 18 બોટલના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular