Monday, April 27, 2026
HomeGujaratગંભીર બેદરકારી! મોરબીની ન્યૂ એરા સ્કૂલમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા બાળકનું મોત

ગંભીર બેદરકારી! મોરબીની ન્યૂ એરા સ્કૂલમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા બાળકનું મોત

Advertisement
Advertisement

લાખોની ફી ભરી પ્રાઇવેટ સ્કૂલોમાં પોતાના બાળકોને ભણાવવાનો ક્રેઝ વધી રહ્યો છે તો મોટી ફી ઉઘરાવી પ્રાઇવેટ સ્કૂલોમાં સ્વિમિંગ સહિત અન્ય ઘણી બધી એક્ટિવિટી શીખવાડવામાં આવતી હોય છે, જે બાળકો માટે જરૂરી છે પણ છે પરંતુ તે ક્યારેક બાળક માટે કાળ પણ બની જાય તેના પર કોઈ ધ્યાન આપતું નથી.

આવીજ એક પ્રાઇવેટ સ્કૂલ આવેલી છે મોરબીમાં જેનું નામ છે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ. જેમાં સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ખોખો જેવી ઘણી બધી રમતો શીખવાડવામાં આવે છે પરંતુ ગઈકાલે એક બનાવ એવો બન્યો છે જે કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન સાબિત થયો છે.

મોરબીમાં આવેલી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના સ્વિમિંગ પુલમાં ન્હાવા જતા પ્રીત ગિરીશભાઈ ફળદુ (ઉ.વ.16)નું પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું. પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બાળકની ડેડ બોડીને લઇ જવામાં આવી હતી.

આ ફળદુ પરીવાર મૂળ જૂનાગઢ જિલ્લાના વતની છે અને રવાપર ધુનડા રોડ પર હાલ રહેતા હોવાની તેવી માહિતી સામે આવી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પ્રીત ફળદુ જ્યારે સ્વિમિંગ પુલમાં ન્હાવા પડ્યો ત્યારે ત્યાં હાજર કોચનું ધ્યાન ન હતું અને વિદ્યાર્થી નાહવા પડ્યો અને તે ડૂબી ગયો અને આ કોચની બેદરકારીની હદ તો જુઓ, પ્રીતની બોડી પાણીમાં તરતી જોવા મળી ત્યાં સુધી કોચ અને સ્કૂલ આ વાતથી અજાણ હતા. જ્યારે બોડી પાણીમાં ઉપર તરતી આવી ત્યારબાદ કોચ અને સ્કૂલને જાણ થઈ હોવાની વાતો વહેતી થઈ છે. જો ખરેખર આવું જ બન્યું હોય તો સ્કૂલની આ બહુ મોટી બેદરકારી ગણી શકાય. વાલીઓ પોતાના બાળકોને મસમોટી ફી ભરી સ્કૂલમાં મળતી સવલતો મેળવતા હોય છે અને ફી લેનારી સ્કૂલ વિધાર્થીઓની જવાબદારી માટે બંધાયેલી હોય છે પરંતુ આવી લાપરવાહી માટે જવાબદાર કોણ? આવા અનેક સવાલો વાલીઓમાં ઉઠી રહ્યા છે.

જોકે આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો આ કિસ્સામાં કોઈપણ રાજકીય દબાણ વગર આ મુદ્દે યોગ્ય તપાસ થાય તેવી વાલીઓ આશા રાખી રહ્યા છે.

ન્યૂ એરા સ્કૂલ રાજકીય વગ ધરાવતી હોય આ મુદ્દાને એનકેન પ્રકારે રફે દફે કરવાનાં પ્રયાસો થઈ રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે, એક સ્કૂલ સાથે અનેક મહામૂલી જિંદગીઓ અને નાના ભૂલકાંઓના મોટા ભવિષ્ય જોડાયેલા છે તે કોઈએ ભૂલવું ન જોઈએ અને કાયદાકીય રીતે આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular