Monday, April 27, 2026
HomeMorbiHalvadહળવદમાં છત પરથી નીચે પટકાતાં આધેડ ઊંઘમાં જ મોતને ભેટ્યા

હળવદમાં છત પરથી નીચે પટકાતાં આધેડ ઊંઘમાં જ મોતને ભેટ્યા

Advertisement
Advertisement

હળવદમાં કુંભાર દરવાજા કરાચી કોલોની રઘુવંશી એપાર્ટમેન્ટ ટાઉનમાં રહેતા આધેડ ઉંઘમાં છતના પગથીયા ભુલી જતા છત પરથી નીચે પટકાયા હતા. તેમને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું.

મૂળ અમદાવાદના વતની અને હાલ હળવદ કુંભાર દરવાજા કરાચી કોલોની રઘુવંશી એપાર્ટમેન્ટમાં રહેતા નાગરભાઈ હનુભાઈ કોગતીયા (ઉ.વ.૪૭) વાળા છત પર સુતા હતા ત્યારે વહેલી સવારે છત પરથી નીચે ઉતરતા હતા ત્યારે ઉંઘમાં જ છતના પગથિયા ભુલી જતા નીચે ગંભીર રીતે નીચે પટકાયા હતા. આધેડને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા નાગરભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular