HomeGujaratમોરબીમાં બલેનો કારમાં દેશીદારૂની હેરાફેરી કરતા બે શખ્સ ઝડપાયા 

મોરબીમાં બલેનો કારમાં દેશીદારૂની હેરાફેરી કરતા બે શખ્સ ઝડપાયા 

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં બલેનો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ૨૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સીટી બી ડિવિઝન સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આરોપીઓ પોતાની સફેદ કલરની બલેનો ફોર વ્હિલર ગાડી રજીસ્ટર નં.GJ-36-AP-5003 માં રૂ. 5 લાખની કિંમતનો દેશી દારૂનો ૨૫૦ લીટર જથ્થો તથા 3 લાખની કિંમતનો બલેનો ફોર મળી કુલ 3.50 લાખના મુદ્દામાલ સાથે આરોપી વિશાલભાઇ હરખાભાઇ ઝીઝવાડીયા (ઉ.વ.૨૦) રહે, પાણીની ટાંકી પાસે જેતપર ગામ તા.જી.મોરબી તથા કિશનભાઇ રમેશભાઇ મકવાણા (ઉ.વ.૨૦) રહે, મોરબી-૨ વીસીપરા મદિના સોસાયટી બીલાલી મસ્જીદ પાસે મોરબીવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઇ અગેચણીયા રહે, શોભેશ્વર સોસાયટી જુના ઘુટુ રોડ મોરબીનુ નામ ખુલતા પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular