HomeGujaratગેસ કટીંગના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી...

ગેસ કટીંગના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા

મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનના ગેસ કટીંગના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને ટીંબડી પાટીયા પાસેથી મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી સુનિલકુમાર રીડમલરામ બિશ્નોઇ રહે-જમ્બા કી ઢાળી, થાના/પોસ્ટ ઓફિસ-જમ્બા તા-બાપ જી-ફલોદી (જોધપુર) રાજસ્થાનવાળા છેલ્લા છ માસથી નાસતા-ફરતા હોય જેને શોધી કાઢવા સુચના કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગેસ કટીંગના ગુન્હામાં પકડવાનો બાકી આરોપી સુનિલકુમાર રીડમલરામ બિશ્નોઇને ટીંબડી પાટીયા પાસેથી પકડી પાડી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular