માળીયા-જામનગર હાઇવે રોડ માળીયા રેલ્વે ફાટક પાસે રોડ પરથી મારૂતિ સુઝુકી કંપનીની ઇગ્નીશ ફોર વ્હીલ કારમાંથી 80 હજારની કિંમતનો 400 લિટર દેશી દારૂ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.3.80 લાખનો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે. જ્યારે આરોપી કાર મુકી નાસી જતા પોલીસે તેને ફરાર દર્શાવી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફ માળીયા (મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માળીયા-જામનગર હાઇવે રોડ માળીયા રેલ્વે ફાટક પાસે આવતા સામેથી એક ફોર વ્હીલ ગાડી આવતી જોવા મળી હતી, જે ગાડી દેખીતી રીતે શંકાસ્પદ જણાતી હોવાથી આ ગાડીના ચાલકને હાથનો ઇશારો કરી ઉભી રાખવા કહેતા આ ફોર વ્હીલ ગાડીના ચાલકે ફોર વ્હીલ ગાડી રોડની સાઇડે ઉભી રાખી અને પોલીસ તેની પાસે જતા આ ફોર વ્હીલ ગાડીના ચાલકને પોલીસ અંગેની શંકા જતા ફોર વ્હીલ ગાડી રેઢી મુકીને નાશી ગયો હતો.
કારમાંથી 80 હજારની કિંમતનો 400 લિટર દેશી દારૂ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.3.80 નો મુદામાલ કબ્જે કરી માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરી છે.




