Monday, April 27, 2026
HomeGujaratસાદુળકા ગામે કિયા સિરામિકની લેબર કોલોનીમાં યુવકનું છત પરથી નીચે પટકાતા મોત

સાદુળકા ગામે કિયા સિરામિકની લેબર કોલોનીમાં યુવકનું છત પરથી નીચે પટકાતા મોત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં કિયા સિરામિકની લેબર કોલોનીમાં રહેતો યુવકનું રાત્રીના અગાસી પરથી નીચે પટકાતાં મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં કિયા સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા જીતેન કિશન ડંડીયા (ઉ.વ.૨૮) રાત્રે અગાસી પરથી પડી જતા ગંભીર ઇજાઓ થઈ હતી. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ મોરબી ખાતેથી બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular