HomeGujaratમોરબીની ખાનગી હોસ્પિટલમાં પ્રસવ પીડા વખતે આંચકી ઉપડતા માતા-બાળક બન્નેનું મોત

મોરબીની ખાનગી હોસ્પિટલમાં પ્રસવ પીડા વખતે આંચકી ઉપડતા માતા-બાળક બન્નેનું મોત

મોરબી શનાળા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાને હોસ્પિટલની સિડીઓ ચડતી વખતે આંચકી ઉપડતા માતા બાળક બંનેના મોત નિપજ્યા હતા.

મળતી માહિતી મુજબ, મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ પાછળ હદાણીની વાડીમાં રહેતા કિર્તીબેન મહીપતભાઈ કંઝારીયા (ઉ.વ.૨૯) નામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી જ્યાં હોસ્પિટલની સીડીઓ ચડતી વખતે અચાનક મહિલાને આંચકી આવતા બેભાન થઈ ગઈ હતી અને હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે તપાસી કિર્તીબેન તથા તેના ગર્ભમાં રહેલ બાળક બંનેને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular