HomeGujaratમોરબીમાં નવા ઘુંટુ રોડ પર બેફામ ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવકનું...

મોરબીમાં નવા ઘુંટુ રોડ પર બેફામ ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવકનું મોત, એક યુવક ઇજાગ્રસ્ત

મોરબીથી નવા ઘુંટુ તરફ આઈ.ટી.આઈ.કોલેજ સામે રોડ પર બેફામ ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, મોરબી નવલખી રોડ ધુતારી વિસ્તારમાં રહેતા કિશોરભાઈ અમરશીભાઈ અગેચણીયા (ઉ.વ.૪૫) એ આરોપી ટાટા ડમ્પર રજીસ્ટર નંબર – જીજે-૩૬-વી-૫૦૫૧ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ પોતાના હવાલાવાળુ વાહન ટાટા ડમ્પર રજીસ્ટર નં-GJ-36-V-5051વાળુ પુરઝડપે બેફામ ચલાવી સામેથી આવતી મોટરસાયકલને હડફેટે લેતા વિશાલ (ઉ.વ.૨૦)ને માથામાં તથા ડાબા હાથે ગંભીર ઇજાઓ તથા શરીરે ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. તેમજ મોટરસાયકલ પાછળ બેઠેલ સાહેદ અભયને શરીરે સામાન્ય છોલછાલ પહોંચાડી ટ્રક સ્થળ પર મુકી નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ટ્રક ચાલક આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular