મોરબીમાં હવે તો દારૂની સાથે સાથે જુગારનો પણ નશો થઈ રહ્યો હોય તેમ અવારનવાર જુગારીઓ પકડાઈ રહ્યા છે. ત્યારે માળીયામાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમાડતો એક શખ્સ ઝડપાયો છે.
માળીયા મીયાણા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન માળીયા (મીં) થી સરકારી હોસ્પીટલ જવાના રસ્તાના ખુણા પાસેથી જાહેરમાં વર્લી ફીચરના આંકડાનો જુગાર રમાડતા ઇસમને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયા (મીં) થી સરકારી હોસ્પીટલ તરફ જવાના રસ્તાના ખુણા પાસે આવતા એક શખ્સ આમીનભાઇ ઉર્ફે હાજી જાનમામદભાઇ જેડા (ઉ.વ ૩૨) રહે.વાડા વિસ્તાર માળીયા (મીં) તા.માળીયા (મીં) વાળો વર્લી ફીચરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી નશીબ આધારીત હારજીતનો વર્લી ફીચરના આંકડાનો જુગાર રમાડતા આરોપી પાસેથી રૂ. 10,400 તથા 2 હજારની કિંમતનો એક મોબાઇલ સહિત રૂ.12,400 ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




