HomeGujaratમોરબીના આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમી ઝડપાયા 

મોરબીના આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમી ઝડપાયા 

મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોરબી તાલુકાના આમરણ ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ખાનગી રહે બાતમી મળી કે, મોરબી તાલુકાના આમરણ ગામે આવેલા દાવલશાહ વાસની પાછળ બાવળની ગાંઠમાં અમુક પત્તા પ્રેમીઓ જાહેરમાં જુગાર રમી રહ્યા છે. ત્યાં રેડ કરતા આરોપી

ઈમતીયાજભાઈ તૈલી, વાલમજીભાઈ અંબાણી, બાબુભાઈ શેરસીયા તથા રમેશકુમાર ચૌહાણ રહે તમામ આમરણ વાળા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા.

જુગારીઓ સાથે રૂ.12,310 નો મુદ્દામાલ કબજે કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular