HomeGujaratમોરબીના સરતાનપર રોડ પર ટ્રકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના સરતાનપર રોડ પર ટ્રકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી સરતાનપર રોડ પર મોટો કારખાના પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, મૂળ બિહારના વતની અને હાલ મોરબીના નીચી માંડલ ગામની સીમમાં ક્યુસેવન સિરામિક લેબર કોલોનીમાં રહેતા સંજુબેન જગદીશભાઇ રૂષી (ઉ.વ.૨૨) એ ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેના પતિ જગદીશભાઈ (ઉ.વ.૩૩) સાહેદ સુનીલભાઈનુ મોટરસાઈકલ ચલાવીને જતો હતો ત્યારે આરોપીએ પોતાના ટ્રક રજીસ્ટર નંબર-GJ-39 -T-1603 પુરઝડપે ચલાવી મોટરસાઈકલને સામેથી ઠોકર મારતા તેના પતિને વાહન અકસ્માતમાં માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃતકના પત્નીએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular