Tuesday, April 28, 2026
HomeGujaratમોરબીમાં બાકી પૈસાની ચૂકવણી ન કરતા ઉદ્યોગો હવે ફ્રોડ લિસ્ટમાં ઉમેરાશે

મોરબીમાં બાકી પૈસાની ચૂકવણી ન કરતા ઉદ્યોગો હવે ફ્રોડ લિસ્ટમાં ઉમેરાશે

Advertisement
Advertisement

બાકી પૈસાની ચુકવણી ન ક૨તા ઉદ્યોગોને હવે મોરબી કોલ એસોસિએશનમાંથી કોઈ પણ માલ સપ્લાય નહિ કરે અને પૈસા ન ચૂકવનાર ઉદ્યોગોના નામ ફ્રોડ લિસ્ટમાં ઉમેરવા કોલ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

મોરબી કોલ એસોસિએશનની ગત શુક્રવારના રોજ મળેલી બેઠકમાં ઉદ્યોગોને પડતી સમસ્યાઓ અને આગામી આવનારા પડકારોને ધ્યાનમાં લઈને વિવિધ મુદ્દાઓ સાથેની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે વધુ પડતી ઉધારી તથા પૈસા ખોટા થવાનુ પ્રમાણ હાલમાં વધી ગયું હોવાથી કોલ ઉદ્યોગ ટકી રહે તે માટે સર્વાનુમતે નિર્ણયો લેવામાં આવ્યા છે.

લાંબા સમયથી ચાલતી આવતી ઉધારીના પૈસા ન આપતા હોય એવી ઈન્ડસ્ટ્રીઝમા કોઈ પણ કોલ સપ્લાયર્સ માલ નાખશે નહિ. તેમજ જ્યાં સુધી ફસાયેલા નાણાં પરત નહિ આપે ત્યાં સુધી કોઈ પણ કોલ સપ્લાય નહિ કરે અને જે લોકો કોલ ઈન્ડસ્ટ્રીઝના નાણા પરત અપાતા નથી તેવા ટ્રેડર્સ તથા ઉદ્યોગકારોના નામ ફ્રોડ લિસ્ટમાં મુકવામાં આવશે તેવો નિર્ણયો લેવામાં આવ્યો છે.

આ સિવાય કોલ ઇન્ડસ્ટ્રીઝ ટકી રહે તે માટેના અન્ય નિર્ણયો પણ લેવામા આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય કોલ એસોસીએસનના તમામ સદસ્યો એ સર્વાનુમતે લીધેલ છે. જેની તમામ ઉદ્યોગકારો અને ટ્રેડર્સઓને આ બાબતની ગંભીર નોંધ લેવા પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા અને ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular