Tuesday, April 28, 2026
HomeGujaratમોરબી સીટી બી ડીવીઝન પોલીસની “SHE TEAM” નું સરાહનીય કામ, 5 વર્ષની...

મોરબી સીટી બી ડીવીઝન પોલીસની “SHE TEAM” નું સરાહનીય કામ, 5 વર્ષની બાળકીનું માતા પિતા સાથે સફળ મિલન

Advertisement
Advertisement

મોરબીના નવા મહેન્દ્રનગર પાસેથી ગુમ થયેલુ બાળક મળી આવતા બાળકનુ તેના માતા પિતા સાથે મોરબી સીટી બી ડીવીઝન પોલીસની “SHE TEAM” એ મીલન કરાવ્યું હતું.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન આજે સવારના અગિયાર વાગ્યા આસપાસ નવા મહેન્દ્રનગર પાસેથી આશરે 5 વર્ષની બાળકી મળી આવી હતી. તેના વાલીવારસની જાણ ન થતા તેને સાથે રાખી તુરંત સ્થળ પર બાળકીના માતા પિતાને શોધવા પ્રયત્નો કર્યા હતા પરંતુ માતા પિતા કોઈ મળી ન આવ્યા બાળકીને પોલીસ સ્ટેશન લઇ જઈ મોરબી સીટી બી ડીવીઝન પોલીસની સી ટીમે બાળકીનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરી હતી. સી ટીમના સ્ટાફે હિન્દીમાં બોલતા બાળકીની કાલીધેલી ભાષા આધારે સમજવાનો પ્રયત્ન કરી અને તેના વાલીને ખુબ જ ટૂંકા સમયમાં મોરબી મહેન્દ્રનગર પાસે આવેલા હનુમંત એપાર્ટમેન્ટમાં વોચમેનનું કામ કરતા નામે મનોજભાઇ બલબીરભાઇ થાપા (ઉ.વ.30) ને શોધી ખાત્રી કરી અને મળી આવેલ બાળકી (ઉ.વ.5) ને તેના વાલીને સોંપી આપવામાં આવી હતી. માતા પિતા પણ તેની બાળકીને શોધતા હોય બાળકી મળી જતા રાહતનો શ્વાસ લીધો હતો.

આમ એક માસૂમ બાળકીને તેના માતા પિતા સાથે મિલન કરાવવામાં મોરબી સીટી બી ડીવી પોલીસ “SHE TEAM” ને સફળતા મળી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular