Tuesday, April 28, 2026
HomeGujaratમોરબીના માળીયા ફાટક ઓવરબ્રિજ પાસે ટ્રકે બાઈકને હડફેટે લેતા સાત વર્ષની માસૂમ...

મોરબીના માળીયા ફાટક ઓવરબ્રિજ પાસે ટ્રકે બાઈકને હડફેટે લેતા સાત વર્ષની માસૂમ બાળકીનું મોત, પતિ પત્ની બન્ને ઇજાગ્રસ્ત

Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠે આવેલા માળીયા ફાટક ઓવરબ્રિજ ઉતરતા માળિયા તરફ ચંગાલશા પીરની દરગાહ સામે નાલા પહેલા નેશનલ હાઇવે રોડ પર ટ્રક બાઈક સાથે અથડાતા બાઈક નીચે પડી જતા બાઈક પર સવાર સાત વર્ષની માસૂમ બાળકી ટ્રકના વ્હીલમાં આવી જતા બાળકીનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે યુવકે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે આવેલા વેજીટેબલ રોડ પર ભીમસર સરકારી નિશાળ પાસે રહેતા પીન્ટુભાઈ ચનાભાઈ પરમાર (ઉ.વ.૨૬) એ ટ્રક રજીસ્ટર નંબર-જીજે-૩૭-ટી-૬૯૯૦ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ ટ્રકને બેફામ અને પુરઝડપે ચલાવી તેમની બાઈકની સાઇડ કાપી ડાબી બાજુ દબાવી મોટરસાયકલની જમણી બાજુના હેન્ડલ સાથે અથડાયો હતો. મોટરસાયકલને પછાડતા બાઈકમાં બેસેલી તેની સાત વર્ષની દીકરા આયુષી ટ્રકના પાછળના વ્હીલમાં આવી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા મોત નીપજ્યું હતું તેમજ યુવાનને જમણા પગે ઘુંટણમાં સામાન્ય ઇજા થઈ હતી અને તેમની પત્નિ અશ્મીતાબેનને જમણા હાથે અંગુઠાના ભાગે ફેક્ચર જેવી ઇજા પહોંચાડી ટ્રક લઇ નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular