HomeGujaratમોરબીમાં વરલી મટકાની રમત રમતા બે જુગારીઓ ઝડપાયા

મોરબીમાં વરલી મટકાની રમત રમતા બે જુગારીઓ ઝડપાયા

મોરબી શહેર તેમજ સરતાનપર રોડ પર આવેલા સેન્સો ચોકડી નજીકથી મોરબી શહેર તેમજ વાંકાનેર તાલુકા પોલીસે બે અલગ અલગ દરોડામાં બે વરલી ભક્તોને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી શહેરના વાંકાનેર દરવાજા નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી દિનેશભાઈ છત્રભુજભાઈ કારીયા (ઉ.વ.60) નામના વૃદ્ધને સીટી એ ડિવિઝન પોલીસે વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 1600 સાથે ઝડપી લીધા હતા.

 

જ્યારે બીજા એક દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર રોડ પર સેન્સો ચોકડી નજીકથી આરોપી જયસુખ રાજુભાઈ કુનતીયાને રોકડા રૂપિયા 340 સાથે વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular