HomeGujaratકચ્છ મોરબી હાઈવે પર બેફામ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત

કચ્છ મોરબી હાઈવે પર બેફામ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત

કચ્છ મોરબી હાઈવે રોડ પર આરામ હોટલ સામે હાઈવે રોડ પર ચાલકે બેફામ ટ્રક ચલાવી બાઈકને હડફેટે લેતા બાઈક સવાર વૃદ્ધનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, માળીયા મીયાણા નવા હજીયાસર મહુરવાસ મસ્જીદની બાજુમાં રહેતા અનવરભાઈ સિદીકભાઈ જેડા (ઉ.વ.૩૧) એ આરોપી ચાલક વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી ટ્રેઇલરના ચાલકે બેફામ અને પુરઝડપે ચલાવી સિદીકભાઇ ગગાભાઇ જેડા (ઉ.વ.૬૦) પોતાની બાઇક ચલાવી જતા હતા તેને પાછળથી ઠોકર મારી હડફેટે લઇ પર ચડાવી દેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી વૃદ્ધનું મોત નીપજ્યું હતુ. જેથી આ બનાવ અંગે મૃતકના પુત્ર એ આરોપી ટ્રેઇલર ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular