Tuesday, April 28, 2026
HomeGujaratરંગપર ગામની સીમમાં સુર્યકુપા કરીયાણા સ્ટોરની પાસે જાહેરમાં તીનપત્તી રમતા ત્રણ જુગારીઓ...

રંગપર ગામની સીમમાં સુર્યકુપા કરીયાણા સ્ટોરની પાસે જાહેરમાં તીનપત્તી રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા 

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં સુર્યકુપા કરીયાણા સ્ટોરની પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને કુલ રોકડ રૂ.10,400 ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયા છે.

વાંકાનેર તાલુકા સર્વેલન્સ પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમા સ્લીપ કારખાનાની બાજુમા સુર્યકુપા કરીયાણા સ્ટોરની પાસે જાહેરમાં જુગાર રમતા શખ્સો પર રેઇડ કરી રૂ.10,400 ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો પ્રદીપભાઈ અનકભાઈ બછીયા (ઉ.વ.૩૦), રહે.રંગપર, તા.વાંકાનેર, રવુભાઈ ઉર્ફે મુન્નાભાઈ જીલુભાઈ કાળીયા (ઉ.વ.૩૬) રહે.ભલગામ તા.વાંકાનેર તથા સેમરાજ રાજુભાઈ ખાચર (ઉ.વ.૨૦) રહે. રંગપર તા. વાંકાનેરવાળાને પકડી પાડી ત્રણે શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular