Tuesday, April 28, 2026
HomeGujaratમોરબીમાં સુનમુન સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ

મોરબીમાં સુનમુન સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ

Advertisement
Advertisement

મોરબી સર્કિટ હાઉસ પાસે વિકાસ ચેમ્બરમા સનમુન સ્પાની આડમાં ચાલું કુટણખાનું ઝડપાયું છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસને ખાનગી રાહે મળેલી બાતમી મુજબ, મોરબી સર્કિટ હાઉસ પાસે વિકાસ ચેમ્બરમાં સનમુન સ્પાના સંચાલક ભાવેશભાઇ સદાશીવભાઇ ખમકાર(મરાઠી) તથા રાહુલભાઇ વિનોદભાઇ સોલંકી સાથે મળી મોરબી સર્કિટ હાઉસ વિકાસ ચેમ્બરમાં ગેરકાયદે પોતાના આર્થીક લાભ હેતુથી સનમુન નામે ચાલતા સ્પામાં બહારથી આવેલી લલનાઓને સ્પામાં રાખી બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મસાજ) ના ઓઠાતળે દેહવ્યાપારની સવલતો પુરી પાડીને કુટણખાનુ ચલાવવામાં આવી રહ્યું છે.” તેવી બાતમીના આધારે રેઇડ કરતા દેહવિક્રીયના ધંધા સાથે જોડાયેલા સ્પાના માલીકો વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧),૪,૫(૧)(એ),૫(૧)(ડી), ૬(૧)(બી) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular