HomeGujaratયુદ્ધના તણાવ વચ્ચે મોરબીના વિસ્તારોમાં અધિકારીઓની વિઝિટ, જરૂરી સૂચનો અપાયા, શંકાસ્પદ સ્થિતિમાં...

યુદ્ધના તણાવ વચ્ચે મોરબીના વિસ્તારોમાં અધિકારીઓની વિઝિટ, જરૂરી સૂચનો અપાયા, શંકાસ્પદ સ્થિતિમાં તાત્કાલિક તંત્રને જાણ કરવા પોલીસની તાકીદ 

ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવનો માહોલ છે ત્યારે આજે મોરબી જિલ્લાના જે કોસ્ટલ વિસ્તારો છે એ તમામ ગામડાઓને આજે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક અધિકારી દરેક વિસ્તારોમાં જઈ લોકોને આ પરિસ્થિતિમાં શું કરવું, શું ન કરવું તે અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ આ પરિસ્થિતમાં લોકોમાં વિશ્વાસ સંપાદન થાય અને કોઈ પણ પ્રકારની ખોટી અફવા પર ધ્યાન ન આપે તે માટે આ વિસ્તારમાં ખાસ વિઝિટ કરવામાં આવી હતી.

પબ્લિકને કોઈપણ પરિસ્થિતિમાં કોઈ તકલીફ પડે તો તાત્કાલિક પોલીસ અને સરકારના જારી કરેલા હેલ્પ લાઈન નંબર પર કોન્ટેક્ટ કરવા તેમજ કોઈપણ પ્રકારના વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ ધ્યાનમાં આવે તો તાત્કાલિક વહીવટી તંત્રનું ધ્યાન દોરવા તાકીદ કરવામાં આવી હતી જેથી તંત્ર તાત્કાલિક એક્શન લઇ શકે.

સાથે જ દેશની સુરક્ષા માટે દરેકે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે અંગે પણ લોકોને સુચના આપવામાં આવી હતી.

તમામ વિસ્તારોમાં પોલીસની નાકાબંધી અને ચેકપોસ્ટ પણ તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં, દરિયાઈ વિસ્તારમાં જે લોકો માછીમારી માટે જતા હોય છે તે ફિશરમેન માટે પણ મહત્વની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં દરિયાઈ વિસ્તારમાં જો કોઈ શંકાસ્પદ મૂવમેન્ટ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચન આપવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular