HomeGujaratમોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરપર ગામ પાસે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની...

મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરપર ગામ પાસે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની મુલાકાત

આજે સવારે મોરબીના વિરપર ગામ પાસે કેટરીગના કામ અર્થે જતી બોલેરો ગાડી પલ્ટી મારી જતા તેમાં સવાર લોકોને ઈજા પહોંચી હતી. જે તમામને પ્રાથમિક સારવાર બાદ મોરબી સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા ટીમને આ બનાવની જાણ થતા ઇજાગ્રસ્તોની મદદે દોડી ગયા હતા. જીલ્લા ટીમ દ્વારા ઈજા પામેલા લોકોની મુલાકાત લીધી અને સાથે લોકોને ત્યાં મળતી સારવાર બાબતે માહિતી મેળવી હતી અને ઈજા પામેલા લોકોને વિશ્વાસ આપ્યો કે આકસ્મીક બનાવ અંગે જરૂરી મદદ માટે જરૂર પડે ત્યારે આખી ટીમ મદદ કરવામાં તૈયાર રહેશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા એ જણાવ્યું હતું કે, વધુ ઈજા પામેલા લોકોને રાજકોટ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે ત્યાં રૂબરૂ મુલાકાત લેશે.

RELATED ARTICLES

Most Popular