Wednesday, April 29, 2026
HomeGujaratધમધોકાર તાપમાં અમદાવાદનું આકરૂ ગામ તરસ્યું બન્યું, પાંચ દિવસે પાણી મળતા સ્થાનિકોએ...

ધમધોકાર તાપમાં અમદાવાદનું આકરૂ ગામ તરસ્યું બન્યું, પાંચ દિવસે પાણી મળતા સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી

Advertisement
Advertisement

રાજ્યમાં થોડા દિવસના ચોમાસા બાદ ફરી ઉનાળો શરૂ થઈ ગયો હોય તેમ ધમધોકાર તડકો પડી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને અમદાવાદીઓ આકરા તાપમાં તપી રહ્યા છે.

ઉનાળામાં જેટલી જરૂરિયાત એસીની પડે છે તેટલી જ વધારે પાણીની પણ પડે છે પરંતુ આકરા તાપથી જમીનના તળ સુકવી નાખ્યા છે અને જળાશયો પણ સુકાયા છે ત્યારે અમદાવાદનું પહેલા નંબરનું ગણાતું આકરૂ ગામ પાણી માટે તરસ્યું બન્યું છે.

આકરૂ ગામે પાંચ પાંચ દિવસે પાણી આવતું હોવાની સ્થાનિકોમાં ફરિયાદો ઉઠી છે. પાણીની અછત થી ગ્રામજનો વલખા મારી રહ્યા છે ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ ઉઠ્યો છે. જેથી જો પાણીની સમસ્યા હલ નહીં થાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular