HomeMorbiલાલપર ગામની સીમમાં ઇપોઝ કંપનીમાં પ્રેસ મશીનમાં માથુ આવી જતા સફાઈ કર્મી...

લાલપર ગામની સીમમાં ઇપોઝ કંપનીમાં પ્રેસ મશીનમાં માથુ આવી જતા સફાઈ કર્મી મહિલાનું મોત

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં જાંબુડીયા પાવર હાઉસ પાછળ આવેલા ઇપોઝ કંપનીમાં પ્રેસ મશીનમાં માથુ આવી જતા ગંભીર ઈજાને કારણે મહિલાનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં જાંબુડીયા પાવર હાઉસ પાછળ આવેલ ઇપોઝ કંપનીમાં રહેતા અંજલીદેવી મહેશ સ્વામી (ઉ.વ.40) રહે.જાંબુડીયા પાવર હાઉસની પાછળ ઇંપોઝ કંપનીમાં બપોર બાર વાગ્યાની આસપાસમાં સાફસફાઇ કરતા હતા ત્યારે કોઇ કારણસર પ્રેસ મશીનમાં તેમનું માથુ આવી જતા મહિલાનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular