Monday, April 20, 2026
HomeMorbiMaliya Miyanaકચ્છ-મોરબી હાઇવે પર ઓનેસ્ટ ચેક પોસ્ટ નજીક 333 દારૂની બોટલ ભરેલી બ્રેજા...

કચ્છ-મોરબી હાઇવે પર ઓનેસ્ટ ચેક પોસ્ટ નજીક 333 દારૂની બોટલ ભરેલી બ્રેજા મળી, એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement

ઓનેસ્ટ ચેક પોસ્ટ નજીક કચ્છ-મોરબી હાઇવે પરથી બ્રેજા ગાડીમાં ભરેલી વિદેશી દારૂની 333 બોટલોની કિ.રૂ.3,89,700 તથા કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂ.8,04,700 ના મુદામાલ સાથે એક આરોપીને માળીયા (મીં) પોલીસે ઝડપી પાડયો છે.

માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે દરમિયાન પોલીસને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, કચ્છ તરફથી એક સફેદ નંબર પ્લેટ વગરની મારૂતી બ્રેઝા કારમાં ગેરકાયદે ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવી રહી છે, આ ચોકકસ બાતમીના આધારે માળીયા મીંયાણા ઓનેસ્ટ પોલીસ ચેક પોસ્ટ પાસે કચ્છ મોરબી હાઇવે રોડ પર જરૂરી વોચ ગોઠવી બાતમીવાળી કાર મળી આવતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 333 બોટલો કિ.રૂ.3,89,700 અને તથા કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂ.8,04,700 મુદામાલ સાથે એક શખ્સ સુરેશભાઈ અજાભાઈ ચૌધરી (ઉ.વ.19) રહે. કુડલા તા.જી. બાડમેર રાજસ્થાનવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સુરેશ ચુન્નારામ રહે. હાલ ગાંધીધામ મુળ રહે. ચો.ચોહટન જી.બાડમેર રાજસ્થાનવાળાનુ નામ ખુલતા માળિયા મીયાણા પોલીસે પ્રોહીબીશન હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular